કન્ટેન્ટ ફોર બ્લોગ
મીડ-ડે માર્કેટ
ઈન્ટ્રા-ડે કરેક્શનનો ટ્રેન્ડ યથાવત
નિફ્ટી 13217ની ટોચ દર્શાવીને ઈન્ટ્રા-ડે ધીમો ઘસારો દર્શાવી રહ્યો છે. જોકે બુધવારની જેમ તે નેગેટિવ ઝોનમાં જોવા મળ્યો નથી. દિવસ દરમિયાન તેણે 13116નું બોટમ બનાવ્યું છે. જે અંતિમ બે દિવસ દરમિયાન તેના બંધ નજીકનું સ્તર છે અને સપોર્ટ પણ છે.
મીડ-કેપ્સમાં આગઝરતી તેજી
લાર્જ-કેપ્સમાં કોન્સોલિડેશન વચ્ચે મીડ-કેપ્સમાં ખરીદી ચાલુ છે. બીએસઈ ખાતે 1815 કાઉન્ટર્સ પોઝીટીવ દર્શાવી રહ્યાં છે. જ્યારે 873 કાઉન્ટર્સ નરમાઈ સૂચવે છે. આમ એક શેરમાં ઘટાડા સામે બે શેર્સથી વધુ સુધારો દર્શાવી રહ્યાં છે.
ઓટો, સ્ટીલ, પીએસયૂ, કન્ઝ્યૂમર સ્ટેપલમાં મજબૂતી
સેન્સેક્સ કાઉન્ટર્સની વાત કરીએ તો મારુતિ 4.7 ટકા સાથે સૌથી વધુ સુધારો દર્શાવી રહ્યો છે. જ્યારે ત્યારબાદ એસબીઆઈ, એનટીપીસી, ઓએજીસી, ટાટા સ્ટીલ અને એશિયન પેઈન્ટ્સ 2-4 ટકાનો સુધારો દર્શાવી રહ્યાં છે. બીજી બાજુ સિમેન્ટ, આઈટી, એનબીએફસીમાં નરમાઈ જોવા મળી રહી છે. જેમાં અલ્ટ્રા-ટેક સિમેન્ટ 1.66 ટકાનો ઘટાડો દર્શાવી રહ્યો છે. અન્ય કાઉન્ટર્સમાં ઈન્ફોસિસ, બજાજ ઓટો, એચડીએફસી બેંક, પાવરગ્રીડ, એચડીએફસી, ભારતી એરટેલ અને ટીસીએસનો સમાવેશ થાય છે.
ગોલ્ડ-સિલ્વરમાં મજબૂતી
એમસીએક્સ ખાતે સોનું રૂ. 49 હજારની સપાટીને પાર કરી ગયું છે. ડિસેમ્બર વાયદો 1.12 ટકા સુધરી રૂ. 49189ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે સિલ્વર 0.25 ટકાના સુધારે રૂ. 62310ના સ્તર પર ટ્રેડ થઈ રહ્યો છે. ક્રૂડ 0.4 ટકાનો ઘટાડો જોવા મળે છે. કોપર પણ ઊંચા સ્તરે થોડું ઠંડુ પડ્યું હોય તેમ જણાય છે.
નાના બેંકિંગ શેર્સમાં ઉછાળો
સ્મોલ-કેપ બેંકિંગ શેર્સ જેવાકે સાઉથ ઈન્ડિયન બેંક, કેટીકે બેંક વગેરેમાં તીવ્ર ઉછાળો જોવા મળી રહ્યો છે. સાઉથ ઈન્ડિયન બેંક 17 ટકાની વૃદ્ધિ દર્શાવી રહ્યો છે. કેટીકે બેંક 5 ટકાનો સુધારો દર્શાવી રહ્યો છે. જ્યારે એ સિવાય પીએસયૂ બેંક જેવી કે ઈન્ડિયન બેંક, બેંક ઓફ બરોડા, કેનેરા બેંકમાં ખરીદી જળવાય છે અને તેઓ 8 ટકા સુધીનો સુધારો દર્શાવી રહ્યાં છે.