Mid Day Market 3 Feb 2021

મીડ-ડે માર્કેટ

તેજીની હેટ્રીક, સેન્સેક્સની 50505ની ટોચ-નિફ્ટીએ 14862 દર્શાવ્યું

માર્કેટમાં હજુ પણ બજેટની અસર જોવા મળી રહી છે. નાણાપ્રધાને આપેલા બજેટને જેમ-જેમ બજાર ડિકોડ કરતું જાય છે એમ એક પછી એક ક્ષેત્રોમાં તેજી પ્રવેશતી જાય છે. બુધવારે સતત ત્રીજા દિવસે બજારમાં એક ટકાથી વધુનો સુધારો જોવા મળ્યો હતો અને બંને બેન્ચમાર્કસે તેમની સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. અલબત્ત, હાલમાં બંને તેમના મજબૂત અવરોધ ઝોનમાંથી પસાર થઈ રહ્યાં છે. નિફ્ટીને લોંગ ટર્મ ચાર્ટ પર 14800-15000ના ઝોનમાં અવરોધ છે. જોકે સવારે ગેપઅપ ખૂલીને શરૂઆતી પ્રોફિટ બુકિંગ બાદ તેજીવાળાઓએ બાજી સંભાળી લીધી હતી અને ત્યારબાદ બપોર સુધી બજાર નવી ટોચ દર્શાવતું રહ્યું છે. આમ હજુ સુધી બજારમાં પ્રોફિટ બુકિંગના સંકેતો નથી સાંપડ્યાં.

ફાર્મા, બેંકિંગ, આઈટી, એનર્જીનો સપોર્ટ

બજારને સૌથી મોટો સપોર્ટ ફાર્મા ક્ષેત્ર તરફથી મળી રહ્યો છે. નિફ્ટી ફાર્મા 4.3 ટકાનો ઉછાળો દર્શાવી રહ્યો છે. જ્યારે નિફ્ટી પીએસઈ 2.7 ટકા સાથે બીજા ક્રમે મજબૂતી દર્શાવે છે. નિફ્ટી એનર્જી 1.73 ટકા સુધારો દર્શાવે છે. જ્યારે બેંક નિફ્ટી 1.61 ટકા સાથે નવી ટોચ પર ટ્રેડ થઈ રહ્યો છે. નિફ્ટી પીએસયૂ બેંક 1.55  ટકા સુધારો દર્શાવે છે. બેંક નિફ્ટીએ 600 પોઈન્ટ્સથી વધુના ઉછાળે 34845ની નવી ટોચ દર્શાવી છે.

બેંકિંગ અને ઈન્ફ્રા શેર્સમાં ઉછાળો

નિફ્ટી-200 શેર્સમાં નોંધપાત્ર ઉછાળો દર્શાવનાર શેર્સમાં ઈન્ડસઈન્ડ બેંક 10 ટકા સાથે ટોચ પર છે. જ્યારબાદ જીએમઆર ઈન્ફ્રા 10 ટકા, પાવરગ્રીડ કોર્પોરેશન 8 ટકા, આરબીએલ બેંક 8 ટકા, શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઈ 7 ટકા, ચોલામંડલમ 6 ટકા, સન ફાર્મા 6 ટકાનો સમાવેશ થાય છે. સન ફાર્માના શેરે 6 ટકાથી વધુ મજબૂતી સાથે રૂ. 645ની વાર્ષિક ટોચ દર્શાવી છે. શેર છેલ્લા ઘણા સપ્તાહોના કોન્સોલિડેશન બાદ રેંજની બહાર નીકળ્યો છે. કંપનીને રૂ. 1.5 લાખ કરોડનું માર્કેટ-કેપ પાર કર્યું છે.

ઈન્ડિયા વીક્સમાં 3 ટકા ઉછાળો

માર્કેટ નવી ટોચ પર છે ત્યારે બીજી બાજુ ઈન્ડિયન વોલેટિલિટી ઈન્ડેક્સમાં પણ 3 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે અને તે 24ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે આગામી કેટલાક દિવસોમાં માર્કેટમાં ઊંચી વધ-ઘટ શક્ય છે. બજાર ટૂંકાગાળામાં ઓવરબોટ છે અને તેથી ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગની અપેક્ષા રાખવી અસ્થાને નથી.

માર્કેટ બ્રેડ્થ ત્રીજા દિવસે પોઝીટીવ

બ્રોડ બેઝ તેજી પાછળ બજારમાં માર્કેટ બ્રેડ્થ ખૂબ સારી જોવા મળી રહી છે. બીએસઈ ખાતે 3004 ટ્રેડેડ શેર્સમાંથી 1748 કાઉન્ટર્સ પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. જ્યારે 1081 કાઉન્ટર્સ નેગેટિવ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યાં છે. આમ સતત ત્રીજા દિવસે બ્રેડ્થ પોઝીટીવ છે. 251 શેર્સ પોઝીટીવ 52-સપ્તાહની ટોચ પર ટ્રેડ થઈ રહ્યાં છે. જ્યારે 305 કાઉન્ટર્સ ઉપલી સર્કિટમાં બંધ જોવા મળી રહ્યાં છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage