મીડ ડે માર્કેટ
વૈશ્વિક બજારોના સપોર્ટ વચ્ચે ભારતીય બજાર 1.3 ટકાનો સુધારો દર્શાવી રહ્યો છે. સેન્સેક્સ 565 પોઈન્ટ્સ જ્યારે નિફ્ટી 143 પોઈન્ટ્સની મજબૂતી સાથે 11800ના સ્તરને કૂદાવી ગયો છે. સેન્સેક્સ ફરી એકવાર 40 હજારની સપાટી વટાવી ગયો છે.
યુએસ ચૂંટણી પૂર્વે તેજીવાળાઓની પકડ
3 નવેમ્બરે યુએસ પ્રમુખની ચૂંટણી અગાઉ બજારમાં તેજીવાળાઓની પકડ જોવા મળી રહી છે. એશિયન બજારોમાં હેંગસેંગ 2 ટકા સાથે સૌથી મજબૂતી દર્શાવી રહ્યો છે. જ્યારે યુરોપ બજારો પણ પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. ડાઉ ફ્યુચર્સ 210 પોઈન્ટ્સ અથવા 0.8 ટકા સુધારા સાથે 27010 પર ટ્રેડ થઈ રહ્યો છે.
બેંકિંગનો સપોર્ટ જળવાયો
સોમવારે બાદ મંગળવારે પણ બેંકિંગ શેર્સનો સપોર્ટ જોવા મળ્યો હતો. આઈસીઆઈસીઆઈ બેંક 4 ટકાથી વધુના સુધારે સેન્સેક્સમાં સૌથી સારો સુધારો દર્શાવી રહ્યો છે.. એ ઉપરાંત એસબીઆઈ, ઈન્ડ્સઈન્ડ બેંક અને એક્સિસ બેંક પણ મજબૂતી દર્શાવી રહ્યાં છે. એચડીએફસી, પાવરગ્રીડ કોર્પો. અને બજાજ ઓટો અને ટાઈટન પણ અગ્રણી સુધારો દર્શાવવામાં સમાવિષ્ટ છે.
રિલાયન્સ બીજે દિવસે પણ નરમ
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ મંગળવારે નરમ ટ્રેડ દર્શાવી રહ્યો છે. અલબત્ત, તે માત્ર 0.10 ટકાનો ઘટાડો દર્શાવે છે. આમ સોમવાર જેવી તીવ્ર વેચવાલી જોવા મળતી નથી. એચયૂએલ, એચસીએલ ટેક જેવા કાઉન્ટર્સ પણ નરમાઈ દર્શાવી રહ્યાં છે.
એનટીપીસીની બાયબેક ઓફર બજારને ના ગમી
એનટીપીસીએ વર્તમાન ભાવથી લગભગ 30 ટકા પ્રિમિયમે કરેલી બાયબેક બજારને પસંદ આવી નથી અને તેથી શેર 2.5 ટકા જેટલો નરમ ટ્રેડ થઈ રહ્યો છે. પીએસયૂએ રૂ. 2200 કરોડના બાયબેકની જાહેરાત કરી છે.
ડો. રેડ્ડીઝ લેબો સતત પાંચમા સપ્તાહે દિવસે નરમ
ફાર્મા અગ્રણી ડો. રેડ્ડીઝ લેબોનો શેર તેના બીજા ક્વાર્ટરના પરિણામોની જાહેરાત બાદ સતત પાંચમા દિવસે નરમ જોવા મળી રહ્યો છે. કંપનીનો શેર 0.40ના ઘટાડે રૂ. 4838ના સ્તરે ટ્રેડ થતો હતો. બીજી બાજુ અમદાવાદ સ્થિત કેડિલા હેલ્થકેરનો શેર સારા પરિણામો પાછળ 10 ટકાની સર્કિટમાં બંધ જોવા મળે છે.