મીડ-ડે માર્કેટ
માર્કેટમાં પ્રોફિટ બુકિંગ
નિફ્ટી 13983ની ટોચ બનાવીને 13865ની તળિયું દર્શાવી 13904 પર ટ્રેડ થઈ રહ્યો છે. સેન્સેક્સ 100 પોઈન્ટ્સના ઘટાડે ટ્રેડ થઈ રહ્યો છે. માર્કેટ ઓવરબોટ છે અને ડિસેમ્બર એક્સપાયરી જોતાં વોલેટિલિટી વધતાં તેમાં એક કરેક્શનની શક્યતા છે.
ઈન્ડિયન વીઆઈએક્સ 21ને પાર
છેલ્લા કેટલાક દિવસોથી ઈન્ડિયા વીઆઈએક્સમાં સતત વૃદ્ધિ જોવા મળી રહી છે. બુધવારે 2.7 ટકા ઉછળી 21.35 પર જોવા મળતો હતો. જે આગામી ટ્રેડિંગ સત્રોમાં વૃદ્ધિ જોવા મળી શકે છે.
બેંકિંગ, ઓટો, આઈટી, ફાર્મા, ઈન્ફ્રામાં નરમાઈ
માર્કેટમાં બેંકિંગ, ઓટો, આઈટી અને ફાર્મામાં નરમાઈ જોવા મળી રહી છે. અંતિમ બે ટ્રેડિંગ સત્રોમાં બજારને સપોર્ટ કરતાં રહેલાં બેંકિંગમાં કરેક્શન જોવા મળી રહ્યું છે. જોકે તેમ છતાં તે 31000 પર ટ્રેડ કરી રહ્યો છે. ઓટો, આઈટી, ફાર્મા અને ઈન્ફ્રામાં પણ નરમાઈ જોવા મળી રહી છે. માત્ર એફએમસીજીમાં જ સાધારણ મજબૂતી જોવા મળે છે.
સોનુ-ચાંદીમાં દિશાહિન ટ્રેડ
છેલ્લા કેટલાક સત્રોથી સોનું-ચાંદી સાંકડી રેંજમાં અથડાઈ રહ્યાં છે. એમસીએક્સ ગોલ્ડ સવારે મજબૂતી બાદ ફરી રૂ. 50 હજારની સપાટી નીચે ઉતરી ગયું છે. જ્યારે ચાંદી પણ એક ટકા મજબૂતી દર્શાવતી હતી તે હવે માત્ર 0.3 ટકા સુધારે રૂ. 68255 પર ટ્રેડ થઈ રહી છે. ક્રૂડ જોકે વૈશ્વિક બજારમાં મજબૂતી પાછળ રૂ. 3550 પર મક્કમ જણાય છે.
સેન્સેક્સના 14 કાઉન્ટર્સ પોઝીટીવ, 16માં નરમાઈ
સેન્સેક્સમાં 14 કાઉન્ટર્સ પોઝીટીવ ટ્રેડ દર્શાવે છે. જ્યારે 16 કાઉન્ટર્સ નેગેટિવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. બજાજ ફાઈનાન્સ પોણા બે ટકા સાથે સૌથી વધુ સુધારો દર્શાવે છે. તે સિવાય ટેક મહિન્દ્રા, મારુતિ, અલ્ટ્રાટેક સિમેન્ટ, એશિયન પેઈન્ટ્સ અને એમએન્ડએમાં પણ મજબૂતી જોવા મળે છે. જ્યારે ઈન્ડ્સઈન્ડ બેંક, એક્સિસ બેંક, સન ફાર્મા, ભારતી એરટેલ અને ટીસીએસમાં એક ટકાથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે.
મીડ-કેપ્સમાં 50-50
મીડ-કેપ્સમાં ફિફ્ટી-ફિપ્ટી જોવા મળી રહ્યું છે. એટલેકે બીએસઈ ખાતે ટ્રેડેડ 3002 કાઉન્ટર્સમાંથી 1405 સુધારો દર્શાવી રહ્યાં છે. જ્યારે 1407 નરમાઈ દર્શાવી રહ્યાં છે. અન્ય ફ્લેટ ટ્રેડ સૂચવે છે. 324 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં જોવા મળે છે. જયારે 177 લોઅર સર્કિટ્સમાં બંધ જોવા મળી રહ્યાં છે.