Mid Day Market 4 Dec 2020

મીડ-ડે માર્કેટ

નિફ્ટી નવી ટોચ બનાવી કોન્સોલિડેશનમાં

વૈશ્વિક બજારોની પાછળ સ્થાનિક બજાર પર મજબૂત ખૂલીને પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યુ છે. બેન્ચમાર્ક નિફ્ટી 13250ની તેની સર્વોચ્ચ ટોચ દર્શાવીને 13180 પર ટ્રેડ કરી રહ્યો છે. માર્કટ ટોચના સ્તરેથી ફરી એકવાર ઈન્ટ્રા-ડે કરેક્શન દર્શાવી રહ્યું છે.

મીડ-કેપ્સમાં પ્રોફિટ બુકિંગ

લગભગ એક સપ્તાહ સુધી આક્રમક રૂખ દર્શાવ્યાં બાદ મીડ-કેપ્સમાં પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે. બીએસઈ ખાતે લગભગ સમાન શેર્સમાં તેજી-મંદી જોવા મળે છે. એટલેકે 1390 કાઉન્ટર્સ પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. તો બીજી બાજુ 1350 કાઉન્ટર્સ નરમાઈ સૂચવે છે.

ડાઉ ફ્યુચર્સમાં પોઝીટીવ ટ્રેડ

ડાઉ ફ્યુચર્સ 60 પોઈન્ટ્સ મજબૂતી સાથે 29992 પર ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે યુએસ બજારમાં કામકાજની શરૂઆત મજબૂત રહેશે. તેમજ ડાઉ જોન્સ ઈન્ડ. એવરેજ ફરી વાર 30 હજારનું સ્તર પાર પણ કરી શકે છે.

ફાર્મા, એફએમસીજી અને કન્ઝમ્પ્શનમાં મજબૂતી

માર્કેટમાં પ્રોફિટ બુકિંગ પાછળ નોંધપાત્ર સેક્ટરલ ઈન્ડાઈસીસ નરમ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. જોકે એફએમસીજીમાં લેવાલી જોવા મળે છે. નિફ્ટી એફએમસીજી 0.9 ટકા મજબૂતી દર્શાવી રહ્યો છે. એ સિવાય નિફ્ટી ફાર્મા અને નિફ્ટી કન્ઝમ્પ્શન પણ પોઝીટીવ ટ્રેડ સૂચવે છે.

વિસ્તરણ યોજના પાછળ અલ્ટ્રાટેક સિમેન્ટ નવી ટોચ પર

આદિત્ય બિરલા જૂથની અલ્ટ્રાટેક સિમેન્ટે રૂ. 5500 કરોડના ખર્ચે વિસ્તરણની જાહેરાત કરતાં કંપનીનો શેર ગેપ-અપ ખૂલ્યો હતો અને રૂ. 5198 પર ટ્રેડ થયો હતો. જોકે ત્યાંથી સાધારણ ઘટીને 2.5 ટકાથી વધુના સુધારે રૂ. 5020 પર ટ્રેડ થતો હતો.

 

ભારતી એરટેલ, એચયૂએએલ, આઈસીઆઈસીઆઈ બેંક અને સન ફાર્માનો સપોર્ટ

 

ટેલિકોમ અગ્રણી ભારતી એરટેલ, એફએમસીજી એચયૂએલ, ખાનગી બેંક આઈસીઆઈસીઆઈ અને ફાર્મા અગ્રણી સન ફાર્માનો શેર 2 ટકાથી વધુનો સુધારો દર્શાવી રહ્યાં છે. બીજી બાજુ રિલાયન્સ ઈન્ડ., ઓએનજીસી અને બજાજ ફિનસર્વ એક ટકાનો ઘટાડો દર્શાવી રહ્યાં છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage