Mid Day Market 4 Feb 2021

નિફ્ટી-સેન્સેક્સ રેડ ઝોનમાંથી બહાર આવ્યાં

વૈશ્વિક બજારો પાછળ ગેપ-ડાઉન ઓપનીંગ દર્શાવ્યાં બાદ નિફ્ટી અને સેન્સેક્સ નીચા સ્તરો પરથી ગ્રીન ઝોનમાં પરત ફર્યાં હતાં. નિફ્ટી 50 પોઈન્ટ્સની મજબૂતી સાથે 14840 પર ટ્રેડ થઈ રહ્યો છે. તેણે 14863ની ટોચ દર્શાવી હતી. જે ગઈકાલે તેણે દર્શાવેલા 14868ના ઓલ-ટાઈમની નજીકનું સ્તર હતું. સેન્સેક્સ 50300 પર ટ્રેડ થઈ રહ્યો છે. ભારતીય બજાર સતત ચોથા દિવસે પોઝીટીવ ટ્રેન્ડ દર્શાવી રહ્યું છે.

બેંક, મેટલ, એફએમસીજીનો સપોર્ટ

માર્કેટને બેંકિંગ અને તેમાં પણ ખાસ કરીને પીએસયૂ બેંક શેર્સ તરફથી મહત્વનો સપોર્ટ મળી રહ્યો છે. નિફ્ટી પીએસયૂ બેંક 3.35 ટકા ઉછાળો દર્શાવી રહ્યો છે. જ્યારે બેંક નિફ્ટી 0.6 ટકાની મજબૂતી દર્શાવે છે. બેંકેક્સે પ્રથમવાર 35 હજારની સપાટી પાર કરી હતી. પીએસયૂ બેંક શેર્સની આગેવાની એસબીઆઈએ લીધી છે. આજે બેંક ડિસેમ્બર ક્વાર્ટરનું પરિણામ રજૂ કરવાની છે. જેની પાછળ બેંકનો શેર તેની 52-સપ્તાહની ટોચ પર ટ્રેડ થઈ રહ્યો છે. પરિણામ સારુ આવવાનું સેન્ટિમેન્ટ જોવા મળી રહ્યું છે. શેર રૂ. 339 આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. મેટલ ઈન્ડેક્સ 2.22 ટકા મજબૂત છે. જેમાં સ્ટીલ શેર્સનું મુખ્ય યોગદાન છે. એફએમસીજી ઈન્ડેક્સ 1.6 ટકાની મજબૂતી દર્શાવે છે.

મીડ અને સ્મોલ-કેપ્સમાં પણ મજબૂતી

માર્કેટમાં બ્રોડ બેઝ તેજી જોવા મળી રહી છે. બીએસઈ ખાતે 2962 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1809માં મજબૂતી જોવા મળી રહી છે અને તેઓ અગાઉના બંધની સરખામણીમાં પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. જ્યારે 1007 કાઉન્ટર્સ નેગેટિવ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યાં છે. નિફ્ટી મીડ-કેપ ઈન્ડેક્સ 1.06 ટકાનો સુધારો દર્શાવે છે. જ્યારે નિફ્ટી સ્મોલ-કેપ ઈન્ડેક્સ 1.6 ટકાની મજબૂતી સાથે સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થઈ રહ્યો છે.

ઓએનજીસી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને આઈટીસીમાં 4 ટકાથી વધુની મજબૂતી

સેન્સેક્સ કાઉન્ટર્સમાં પીએસયૂ અગ્રણી ઓએનજીસી 5 ટકાથી વધુ મજબૂતી સાથે રૂ. 98ની સપાટી પર ટ્રેડ થઈ રહ્યો છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 4 ટકાથી વધુનો સુધારો દર્શાવે છે. જ્યારે આઈટીસી 4 ટકાથી વધુના સુધારા સાથે રૂ. 224 પર ટ્રેડ થઈ રહ્યો છે. કોટક બેંક 3 ટકા, બજાજ ફાઈનાન્સ 3 ટકા, એનટીપીસી 2 ટકા અને સન ફાર્મા 1.3 ટકા અને એસબીઆઈ 1 ટકાથી વધુ સુધારો દર્શાવી રહ્યો છે. જ્યારે ઈન્ડસઈન્ડ બેંક 1.7 ટકાનો ઘટાડો સૂચવે છે. જે સિવાય ટેક મહિન્દ્રા, ટાઈટન, એશિયન પેઈન્ટ્સ અને ભારતી એરટેલ પણ 1 ટકાથી વધુનો ઘટાડો દર્શાવી રહ્યાં છે.

એ જૂથના મીડ-કેપ આઉટ પર્ફોર્મર્સ

બીએસઈ ખાતે એ જૂથમાં 16 ટકા જેટલો સુધારો જોવા મળી રહ્યો છે. ઈન્ડિયન બેંકનો શેર 16 ટકા ઉછળ્યો છે. પીએસયૂ બેંકનો શેર રૂ. 41ના તળિયાથી રૂ. 115 પર પહોંચી ગયો છે. થર્મેક્સ 15 ટકા, પ્રિન્સ પાઈપ 14 ટકા, હિંદુસ્તાન કોપર 10 ટકા, ટેસ્ટી બાઈટ 10 ટકા, ટીમલીઝ 9 ટકા, રેલીગેર 9 ટકા અને એશિયન ટાઈલ્સ 8 ટકાનો સુધારો દર્શાવે છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage