મીડ-ડે માર્કેટ
તેજીવાળાઓની બજાર પર મજબૂત પકડ
એશિયન બજારોમાં નરમાઈ વચ્ચે સ્થાનિક બજારમાં તેજીવાળાઓએ મજબૂત પકડ જાળવી છે. જેની પાછળ બજાર ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યું છે. નિફ્ટી તેના 14634ના અગાઉના બંધ સામે 44 પોઈન્ટ્સના સુધારે 14678 પર ટ્રેડ થઈ રહ્યો છે. તેણે 14723ની ટોચ દર્શાવી છે. તે 14700 પર બંધ આપવામાં સફળ રહેશે તો નિફ્ટી 15000 સુધીનો ઝડપી સુધારો દર્શાવી શકે છે.
બેંકિંગમાં જોવા મળતી ખરીદી
બેંકિંગ સેક્ટરમાં એકાંતરે દિવસે ખરીદી-વેચવાલી જોવા મળી રહી છે. આ લખાય છે ત્યારે બેંક નિફ્ટી 1.34 ટકા સુધારા સાથે 32897 પર ટ્રેડ થઈ રહ્યો છે. ખાસ કરીને પીએસયૂ બેંક્સ સારો સુધારો દર્શાવી રહી છે. પીએનબી 7 ટકા મજબૂત જોવા મળે છે. જ્યારે ખાનગી બેંકિંગમાં આઈડીએફસી ફર્સ્ટ બેંક 5 ટકા, આરબીએલ 4 ટકા, એસબીઆઈ 2.4 ટકા, એક્સિસ બેંક 2 ટકાનો સુધારો દર્શાવી રહ્યાં છે.
ઈન્ડિયા વીક્સમાં 6 ટકાનું ગાબડું
વોલેટિલિટીનો માપદંડ એવો ઈન્ડિયા વીક્સ 5.7 ટકાના ઘટાડે 22.35 પર ટ્રેડ થઈ રહ્યો છે. જે બજારમાં વધુ સુધારો સૂચવી રહ્યો છે. માર્કેટમાં જોવા મળી રહેલી બ્રોડ બેઝ ખરીદી પણ બજારમાં સેન્ટિમેન્ટ પોઝીટીવ બની રહ્યું હોય તેમ દર્શાવે છે.
આઈટી, ફાર્મા અને એફએમસીજીમાં નરમાઈ
માર્કેટમાં ડિફેન્સિવ્સને બાદ કરતાં અન્ય તમામ ક્ષેત્રો પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. જે સૂચવે છે કે હાલમાં ઈન્વેસ્ટર્સ તથા ટ્રેડર્સ રિસ્ક ઓન મોડમાં છે અને તેઓ ગભરાયાં વિના પોઝીશન્સ લઈ રહ્યાં છે. આમ આગામી કેટલાક ટ્રેડિંગ સત્રોમાં લોંગ પોઝીશનમાં કમાણીની સારી તકો જોવા મળી શકે છે.
મેટલ્સમાં વધુ સુધારો
મેટલ્સમાં તેજી વિરામનું નામ નથી લેતી. નિફ્ટી મેટલ વધુ 1.5 ટકા ઉછળી 5000ની સપાટી પાર કરી ગયો છે. મેટલ શેર્સમા સતત બીજા દિવસે સેઈલે આગેવાની લીધી છે અને 5.4 ટકાનો સુધારો દર્શાવ્યો છે. એનએમડીસી 2.7 ટકા, નાલ્કો 3 ટકા, કોલ ઈન્ડિયા 2 ટકા, હિંદાલ્કો 1.7 ટકાનો સુધારો દર્શાવી રહ્યાં છે.
સિલ્વર-ગોલ્ડમાં નરમાઈ
કિંમતી ધાતુઓમાં સાધારણ નરમાઈ જોવા મળી રહી છે. એમસીએક્સ સિલ્વર મે વાયદો રૂ. 133નો જ્યારે ગોલ્ડ વાયદો રૂ. 89નો ઘટાડો દર્શાવી રહ્યાં છે. બેઝ મેટલ્સમાં પણ કોપર નરમ ટ્રેડ દર્શાવે છે. જ્યારે એલ્યુમિનિયમ, લેડ અને નીકલમાં સુધારો જોવા મળી રહ્યો છે.
Mid Day Market 4 May 2021
May 04, 2021