Mid Day Market 5 March 2021

મીડ-ડે માર્કેટ

તેજીવાળાઓ માટે નિફ્ટીને 15000 પર ટકાવવા માટે સંઘર્ષ ચાલુ

સતત બીજી દિવસે ગેપ-ડાઉન ઓપનીંગ બાદ બજારમાં તેજી-મંદીવાળાઓ વચ્ચે લડાઈ ચાલુ છે. તેજીવાળાઓ બેન્ચમાર્ક નિફ્ટી 15000નું સ્તર જાળવી રાખે તે માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યાં છે. સવારથી જ બજાર રેંજ બાઉન્ડ ટ્રેડ દર્શાવી રહ્યો છે. નિફ્ટી 14929ના તળિયાથી લઈ 15092ની ટોચ વચ્ચે અથડાયો છે. બપોરે તે 15025 પર ટ્રેડ થઈ રહ્યો છે.

એનર્જી સિવાય તમામ ક્ષેત્રો નરમ

નિફ્ટી એનર્જી ઈન્ડેક્સ 0.7 ટકાના સુધારે મજબૂતી દર્શાવી રહ્યો છે. તેણે 19767ની નવી ટોચ પણ આજે બનાવી છે. પીએસયૂ અગ્રણીઓ ઓએનજીસી, ગેઈલ, બીપીસીએલ, આઈઓસી, એનટીપીસી અને એચપીસીએલ તથા ખાનગી પ્લેયર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પાછળ નિફ્ટી એનર્જી મજબૂત છે. ઓએનજીસી અને ગેઈલ 3 ટકા સુધીનો સુધારો દર્શાવે છે.

મેટલમાં ઊંચા સ્તરે વેચવાલી

અવિરત તેજી દર્શાવતાં રહ્યાં બાદ મેટલ કાઉન્ટર્સમાં નરમાઈ જોવા મળી રહી છે. નિફ્ટી મેટલ 2 ટકા ઘટાડા સાથે 3896 પર ટ્રેડ થઈ રહ્યો છે. મેટલ શેર્સમાં ઘટાડા પાછળ પીએસયૂ કાઉન્ટર્સ મુખ્ય જવાબદાર છે. જેમાં હિંદુસ્તાન કોપર, નાલ્કો, જિંદાલ સ્ટીલ, એનએમડીસી, સેઈલ, રત્નમણિ મેટલ, હિંદુસ્તાન ઝીંક વગેરેનો સમાવેશ થાય છે.

નિફ્ટી બેંકમાં પણ એક ટકાથી વધુ નરમાઈ

બેંક નિફ્ટી એક ટકાથી વધુ ઘટાડા સાથે 35380 પર ટ્રેડ થઈ રહ્યો છે. તેની દિવસની રેંજ 35135થી 35616ની રહી છે. હાલમાં તે 35390 પર ટ્રેડ થઈ રહ્યો છે. ઈન્ડસઈન્ડ બેંક, બેંક ઓફ બરોડા, પીએનબી, ફેડરલ બેંક, એસબીઆઈ, બંધન બેંક, આરબીએલ બેંક, આઈસીઆઈસીઆઈ બેંકમાં નરમાઈ પાછળ બેંક નિફ્ટી ઘટાડો દર્શાવી રહ્યો છે.

ઈન્ડિયા વીક્સ ફરી 25ની ઉપર

વોલેટિલિટી ઈન્ડેક્સમાં એકાંતરે દિવસે મોટી વધ-ઘટ જોવા મળી રહી છે. ગુરુવારે 6 ટકાના ઉછાળા બાદ શુક્રવારે પણ તે 5 ટકાથી વધુ મજબૂતી સાથે 25.51 પર ટ્રેડ થઈ રહ્યો છે. બે દિવસ અગાઉ તે 23ના સ્તર નીચે ઉતરી ગયો હતો. જોકે વૈશ્વિક બજારો પાછળ સ્થાનિક બજારમાં મોટી વધ-ઘટ જોવા મળી રહી છે અને ઈન્ડિયા વીક્સ પણ તેને પ્રતિબિંબિત કરી રહ્યો છે. ગયા શુક્રવારે તે 28ની સપાટીને પાર કરી તાજેતરની ટોચ પર પહોંચ્યો હતો.

ગોલ્ડ-સિલ્વરમાં નરમાઈ

એમસીએક્સ ખાતે સોનું 10 મહિનાના નવા તળિયા પર ટ્રેડ થઈ રહ્યું છે. શુક્રવારે તેણે સવારમાં રૂ. 44217નું તળિયું દર્શાવ્યું હતું. જ્યારે હાલમાં તે રૂ. 191ના ઘટાડે રૂ. 44350 પર ટ્રેડ થાય છે. વૈશ્વિક બજારમાં સોનું 1700 ડોલરની નીચે ઉતરી ગયું છે. ચાંદી પણ રૂ. 430ના ઘટાડે રૂ. 65491 પર ટ્રેડ થઈ રહી છે.

મીડ-કેપ્સમાં 1.3 ટકાનો ઘટાડો

લાંબા સમયબાદ મીડ-કેપ્સ અન્ડરપર્ફોર્મ કરી રહ્યાં છે. જે સૂચવે છે કે ટ્રેડર્સ હવે પ્રોફિટ બુકિંગ કરી રહ્યાં છે. મીડ-કેપ્સમાં અસાધારણ સુધારા બાદ ભાવમાં કરેક્શન સ્વાભાવિક છે. નિફ્ટી મીડ-કેપ 315 પોઈન્ટ્સના ઘટાડે 24294 પર ટ્રેડ કરી રહ્યો છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage