મીડ-ડે માર્કેટ
ભારતીય બજાર સહિત વૈશ્વિક બજારોમાં તેજી જોવા મળી રહી છે. અગ્રણી વૈશ્વિક સૂચકાંકોમાં હેંગ સેંગ 3.25 ટકા સાથે સૌથી વધુ વૃદ્ધિ દર્શાવી રહ્યો છે. જ્યારે કોરિયા, ઈન્ડોનેશિયા, તાઈવાન, જાપાન જેવા બજારો 2-3 ટકા વચ્ચેનો સુધારો દર્શાવી રહ્યાં છે.
નિફ્ટીએ 12000 કૂદાવ્યું
યુએસ ખાતે પ્રમુખને લઈને ચિત્ર સ્પષ્ટ થતાં વૈશ્વિક બજારોમાં જોવા મળેલી તેજી પાછળ નિફ્ટી આસાનીથી 12000ના સ્તરને કૂદાવી ગયો છે. ઓક્ટોબરમાં બેન્ચમાર્ક બે વાર 12025ના સ્તરેથી પ્રોફિટ બુકિંગ પાછળ ઝડપથી પટકાયો હતો. ગુરુવારે તેણે 12115ની છેલ્લા નવ મહિનાની ટોચ દર્શાવી હતી. સેન્સેક્સ પણ છેલ્લા ત્રણ મહિનાના સૌથી મોટા ઉછાળા સાથે 650 પોઈન્ટ્સનો સુધારો દર્શાવે છે.
બેંકિંગ, ફાઈનાન્સ, ટેક્નોલોજી અને એફએમસીજી સહિત સાર્વત્રિક સુધારો
સેન્સેક્સ શેર્સમાં એસબીઆઈ લગભગ 6 ટકા નજીકના સુધારા સાથે સૌથી વધુ મજબૂતી દર્શાવતો હતો. બુધવારે સારા પરિણામો રજૂ કર્યાં બાદ બેંક શેરમાં ખરીદી જોવા મળી છે. એ સિવાય ટાટા સ્ટીલ, બજાજ ફાઈનાન્સ, ઈન્ડસઈન્ડ બેંક, બજાજ ફિનસર્વ, એચસીએલ ટેક, આઈટીસી, એશિયન પેઈન્ટ્સ, કોટક બેંક અને એચયૂએલ જેવા કાઉન્ટર્સમાં 2-5 ટકાનો સુધારો જોવા મળી રહ્યો છે. બેન્ચમાર્કના તમામ 30 શેર્સ પોઝીટીવ ટ્રેડ થઈ રહ્યાં છે.
ડાઉ ફ્યુચર એક ટકા મજબૂત
યુરોપિયન બજારો એક ટકાથી વધુનો સુધારો દર્શાવી રહ્યાં છે. ત્યારે ડાઉ ફ્યુચર 1.13 ટકા મજબૂતી સાથે 310 પોઈન્ટ્સથી વધુના સુધારે 28 હજારનું સ્તર કૂદાવી ગયો છે. આમ માર્કેટ બિડેનના વિજયને મનાવી રહ્યું છે.
બેંક ઓફ ઈંગ્લેન્ડનું 155 અબજ પાઉન્ડ્સનું સ્ટીમ્યુલસ
બેંક ઓફ ઈંગ્લેન્ડે 155 અબજ પાઉન્ડ્સના સ્ટીમ્યુલસ રજૂ કર્યું છે. જે યૂકેના દરેક નાગરિકને માથાદીઠ 2200 પાઉન્ડ્સનું અધિક ઈન્ક્રિમેન્ટલ સ્ટીમ્યુલસ પૂરું પાડશે.
ચાંદી 2.5 ટકા મજબૂત, ગોલ્ડ 1.27 ટકા મજબૂત
બિડેનનો વિજય કિંમતી ધાતુઓ માટે મજબૂતી લાવે તે સ્વાભાવિક હતું. નબળા ડોલરની બિડેનની નીતિને કારણે અલ્ટનરનેટિવ એસેટ ક્લાસિસમાં મજબૂતીની શક્યતા છે. એમસીએક્સ ચાંદી રૂ. 1638ની મજબૂતીએ રૂ. 63000ને પાર કરી ગઈ હતી. જ્યારે સોનું રૂ. 643ની મજબૂતીએ રૂ. 51463 પર ટ્રેડ થતું હતું.