મીડ-ડે માર્કેટ
શોર્ટ કવરિંગ પાછળ બજારમાં તેજી
બુધવારે બજારમાં શોર્ટ કવરિંગ જોવા મળી રહ્યું છે. વૈશ્વિક બજારોમાં નરમાઈ વચ્ચે સ્થાનિક બજાર એક ટકાથી વધુનો સુધારો દર્શાવી રહ્યું છે. નિફ્ટી 14868ની ટોચ બનાવી 14838 પર ટ્રેડ થઈ રહ્યો છે. માર્કેટમાં બ્રોડ બેઝ સુધારો જોવા મળી રહ્યો છે. કોવિડને લઈને નેગેટિવ અહેવાલો બજાર હાલમાં ડિસ્કાઉન્ટ કરી ચૂક્યું છે. બજારમાં તેજીવાળાઓની પકડ જોતાં જણાય છે કે તે 14900 અને ત્યારબાદ 15000ને પાર કરવાનો પ્રયાસ કરી શકે છે.
ઈન્ડિયા વિક્સમાં વધુ ઘટાડો
બજાર ઓપનીંગ બાદથી સુધારાતરફી રહેતાં ઈન્ડિયા વીક્સમાં સતત બીજા દિવસે નરમાઈ જોવા મળી રહી છે. વોલેટિલિટી ઈન્ડેક્સ 1.4 ટકાના ઘટાડે 20.55 પર જોવા મળી રહ્યો છે. જો તે 20ની નીચે જશે તો બજારને વધુ રાહત સાંપડશે.
પીએસયૂ બેંક શેર્સમાં સૌથી વધુ તેજી
સેક્ટરલ સૂચકાંકોમાં પીએસયૂ બેંક શેર્સ સૌથી સારી તેજી દર્શાવી રહ્યાં છે. પીએસયૂ બેંક ઈન્ડેક્સ 2.41 ટકા સુધારા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. વ્યક્તિગત શેર્સમાં યુનિયન બેંક(3.7 ટકા), સેન્ટ્રલ બેંક(3.4 ટકા), બેંક ઓફ ઈન્ડિયા(2.9 ટકા), બેંક ઓફ બરોડા(2.6 ટકા), એસબીઆઈ(2.35 ટકા), પીએનબી(2.16 ટકા) અને કેનેરા બેંક(2.13 ટકા)નો સુધારો દર્શાવી રહ્યાં છે.
ઓટોમાં જોવા મળતી ખરીદી
માર્ચ મહિના માટે ઓટોમોબાઈલ વેચાણના આંકડા સારા રહેતાં ઓટો શેર્સમાં લેવાલી જોવા મળી રહી છે. નિફ્ટી ઓટો ઈન્ડેક્સ 1.33 ટકા સુધારો દર્શઆવી રહ્યો છે. અગ્રણી સુધારો દર્શાવતાં ઓટો શેર્સમાં મધરસન સુમી 3.7 ટકા, અશોક લેલેન્ડ 3.4 ટકા, બોશ 2.4 ટકા, હીરોમોટોકો 1.7 ટકા, મારુતિ સુઝુકી 1.6 ટકા, બજાજ ઓટો 1.5 ટકા, ટીવીએસ મોટર 1.4 ટકાનો સમાવેશ થાય છે.
સ્મોલ-કેપ્સમાં ભારે લેવાલી
બેન્ચમાર્ક નિફ્ટી જ્યારે એક ટકા આસપાસ મજબૂતી દર્શાવી રહ્યો છે ત્યારે નિફ્ટી સ્મોલ-કેપ ઈન્ડેક્સ 1.7 ટકાની વૃદ્ધિ સૂચવી રહ્યો છે. તીવ્ર સુધારો દર્શાવતાં કેટલાક અગ્રણી સ્મોલ-કેપમાં હેગ(18 ટકા), ગ્રેફાઈટ ઈન્ડિયા(13 ટકા), સ્ટરલાઈટ ટેક(7 ટકા), રેઈન ઈન્ડસ્ટ્રીઝ(7 ટકા), અવંતિ ફિડ્સ(5 ટકા), લૌરસ લેબ્સ(5 ટકા) અને સીએસબી બેંક(5 ટકા)નો સમાવેશ થાય છે.
ગોલ્ડ રૂ. 46000ને પાર કરી ગયું
વૈશ્વિક બજારમાં મજબૂતી પાછળ લાંબા સમય બાદ એમસીએક્સ ખાતે ગોલ્ડ રૂ. 46000ની પર ટ્રેડ થઈ રહ્યું છે. ગોલ્ડ જૂન વાયદો રૂ. 234ના સુધારે રૂ. 46153 પર જ્યારે સિલ્વર મે વાયદો રૂ. 296ના સુધારે રૂ. 66193 પર ટ્રેડ થઈ રહ્યો છે.
Mid Day Market 7 April 2021
April 07, 2021