Mid Day Market 7 May 2021

મીડ-ડે માર્કેટ

વૈશ્વિક બજારોના સપોર્ટથી નિફ્ટી 14800 પર ટકવામાં સફળ

ભારતીય બજાર સતત ત્રીજા દિવસે પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યું છે. ગેપ-અપ ઓપનીંગ બાદ બજારમાં બ્રોડ બેઝ ખરીદી જોવા મળી રહી છે. બેન્ચમાર્ક નિફ્ટી 14725ના અગાઉના બંધ સામે 14863ની ટોચ બનાવી 14817 પર ટ્રેડ થઈ રહ્યો છે. તેણે 14791નું તળિયું બનાવ્યું છે. જેના સ્ટોપલોસે ઈન્ટ્રા-ડે લોંગ પોઝીશન જાળવી શકાય. જ્યારે પોઝીશ્નલ ટ્રેડ માટે 14600નો સ્ટોપલોસ મહત્વનો બની રહેશે.

મેટલ સેક્ટરમાં ઊંચા મથાળે પણ તેજી યથાવત

છેલ્લા ત્રણ મહિનામાં અસાધારણ દેખાવ બાદ પણ મેટલ સેક્ટરમાં તેજી હજુ વિરામ લેવાનું નામ નથી લેતી. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ વધુ 2.8 ટકા સુધારે 5245ની ટોચ પર ટ્રેડ થયો હતો. જેમાં સ્ટીલ અને એલ્યુમિનિયમ શેર્સનું યોગદાન મુખ્ય છે. ટાટા સ્ટીલે 1152ની સર્વોચ્ચ સપાટી દર્શાવી છે. તે 4 ટકાથી વધુ સુધારા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. સેઈલ પણ રૂ. 138 પર 3.4 ટકા સુધારો દર્શાવી રહ્યો છે. તો બીજી બાજુ હિંદુસ્તાન કોપર 10 ટકાની રૂ. 172ની ઉપલી સર્કિટમાં બંધ છે. જ્યારે વેદાંતા 5 ટકા, હિંદુસ્તાન ઝીંક 4 ટકા, નાલ્કો 3 ટકા, મોઈલ 3 ટકા અને જિંદાલ સ્ટીલ 2.24 ટકાનો સુધારો દર્શાવી રહ્યાં છે.

રિઅલ્ટી અને મિડિયા શેર્સમાં બોટમ ફિશીંગ

ફેબ્રુઆરીની ટોચથી નોંધપાત્ર કરેક્ટ થઈ ચૂકેલાં રિઅલ્ટી શેર્સમાં નીચા મથાળે ખરીદી જોવા મળી રહી છે. નિફ્ટી રિઅલ્ટી ઈન્ડેક્સ 1.4 ટકાનો સુધારો દર્શાવી રહ્યો છે. જ્યારે વ્યક્તિગત રિઅલ્ટી કાઉન્ટર્સમાં ઈન્ડિયાબુલ્સ રિઅલ્ટી 4 ટકાથી વધુ સુધારા સાથે રૂ. 80ના સ્તરે જ્યારે ડીએલએફ 4 ટકાના સુધારે રૂ. 260 પર મજબૂતી સાથે ટ્રેડ થઈ રહ્યાં છે. નિફ્ટી મિડિયા ઈન્ડેક્સ 2 ટકા મજબૂતી સાથે ટ્રેડ થઈ રહ્યો છે. જેમાં ટીવી18 બ્રોડકાસ્ટ 4 ટકા સાથે રૂ. 37.75 પર જ્યારે ઝી એન્ટરટેઈનમેન્ટ 2.9 ટકા સાથે રૂ. 187.50 પર ટ્રેડ થઈ રહ્યો છે. હાથવે કેબલ 3 ટકા, પીવીઆર 1.7 ટકા, સન ટીવી નેટવર્ક 1.6 ટકાનો સુધારો દર્શાવી રહ્યાં છે.

ઈન્ડિયા વીક્સ 22ની નીચે ઉતર્યો

બજારમાં પોઝીટીવ ટ્રેન્ડ પાછળ વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વીક્સ 3.64 ટકાના ઘટાડે 21.24 પર જોવા મળી રહ્યો છે. ગુરુવારે બજારમાં સુધારા છતાં તેણે સાધારણ પોઝીટીવ બંધ દર્શાવ્યું હતું.

ફાર્મામાં પસંદગીના કાઉન્ટર્સમાં જોવા મળતી ખરીદી

નિફ્ટી ફાર્મામાં પોણો ટકાનો સુધારો જોવા મળી રહ્યો છે. જોકે વ્યક્તિગત ફાર્મા શેર્સમાં 3 ટકા સુધીની વૃદ્ધિ જણાય છે. જેમાં આલ્કેમ લેબો 2.8 ટકા સુધારે રૂ. 2941 પર, લ્યુપિન 1.24 ટકા સાથે રૂ. 1213, કેડિલા હેલ્થકેર 1 ટકા સુધારે રૂ. 608 અને સન ફાર્મા એક ટકા સુધારે રૂ. 685 પર ટ્રેડ થઈ રહ્યાં છે.

પ્રાઈવેટ બેંકિંગમાં ધીમી લેવાલી

નિફ્ટી બેંક 0.7 ટકા સુધારો દર્શાવી રહ્યો છે. મુખ્યત્વે ખાનગી બેંકિંગ શેર્સમાં ધીમી ખરીદી જોવા મળી રહી છે. જેમાં એચડીએફસી બેંક 1.7 ટકા, ઈન્ડસઈન્ડ બેંક 1.3 ટકા, એક્સિસ બેંક 0.9 ટકા અને આરબીએલ 0.8 ટકાની મજબૂતી દર્શાવે છે.

બેઝ મેટલ્સમાં આગઝરતી તેજી

બેઝ મેટલ્સમાં ભારે ખરીદી જોવા મળી રહી છે. એમસીએક્સ ખાતે એલ્યુમિનિયમ મે વાયદો ફરી 200ની સપાટી પાર કરી રૂ. 202 પર ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે કોપર રૂ. 778ની ટોચ પર ટ્રેડ થઈ રહ્યો છે. ઝીંક, નીકલમાં મજબૂતી છે.

કિંમતી ધાતુઓમાં અન્ડરટોન બુલીશ

એમસીએક્સ ગોલ્ડ રૂ. 100ના સુધારે રૂ. 47695 પર ટ્રેડ થઈ રહ્યું છે. જ્યારે ચાંદી રૂ. 56ના સાધારણ ઘટાડે રૂ. 71625 પર ટ્રેડ થઈ રહ્યું છે. ચાંદીએ રૂ. 70 હજારનો સાઈકોલોજિકલ અવરોધ પાર કર્યો છે અને તેથી તે રૂ. 72 અને 74 હજાર સુધીની તેજી દર્શાવી શકે છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage