મીડ-ડે માર્કેટ
નિફ્ટી નવી ટોચ પર, સેન્સેક્સ 51 હજાર પાર
ભારતીય બજારમાં તેજીનો સતત છઠ્ઠો દિવસ જોવા મળી રહ્યો છે. વૈશ્વિક બજારમાં મજબૂતીના સપોર્ટ પાછળ નિફ્ટીએ 15133ની સર્વોચ્ચ ટોચ દર્શાવી છે. બેન્ચમાર્ક એક ટકાથી વધુનો સુધારો દર્શાવી રહ્યો છે. સેન્સેક્સ પણ 700 પોઈન્ટ્સથી વધુ ઉછળી 51500 નજીક પહોંચ્યો છે. આમ બજારમાં તેજીનું મોમેન્ટમ અકબંધ છે. 15000 પર નિફ્ટી માટે મેદાન મોકળું છે અને તે 15500થી લઈને 15900 સુધીની તેજી દર્શાવી શકે છે એમ ટેકનિકલ એનાલિસ્ટ્સ માને છે. જોકે ટ્રેડર્સે લોંગ પોઝીશન માટે ખૂબ જ સાવચેતી દર્શાવવાની જરૂર છે.
ઓટો, મેટલ, બેંકિંગનો સપોર્ટ
બજારને ઓટોમોબાઈલ, બેકિંગ અને મેટલનો સપોર્ટ સાંપડ્યો છે. એ સિવાય આઈટી પણ મજબૂતી છે. ફાર્મામાં પણ સન, સિપ્લા જેવા કાઉન્ટર્સનો સપોર્ટ છે. નિફ્ટી ઓટો ઈન્ડેક્સ 2.4 ટકા વૃદ્ધિ દર્શાવી રહ્યો છે. જ્યારે નિફ્ટી મેટલમાં 2 ટકાની તેજી છે. જ્યારે એનર્જિ ઈન્ડેક્સ 1.3 ટકા પોઝીટીવ ટ્રેડ થઈ રહ્યો છે. બેંક નિફ્ટી 1.3 ટકા અથવા 430 પોઈન્ટ્સ મજબૂતી દર્શાવે છે. જોકે તે ટોચ પર ટ્રેડ નથી થઈ રહ્યો.
નિફ્ટીના આઉટપર્ફોર્મર્સ
નિફ્ટી કાઉન્ટર્સમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 7 ટકાના ઉછાળા સાથે તેની સર્વોચ્ચ ટોચ નજીક આગળ વધી રહ્યો છે. બીજા ક્રમે હિંદાલ્કો 5 ટકા મજબૂતી દર્શાવે છે. એક્સિસ બેંક, ગેઈલ, શ્રી સિમેન્ટ, બજાજ ફિનસર્વ, લાર્સન, અદાણી પોર્ટ્સ અને ભારતી એરટેલના શેર્સમાં 3 ટકા સુધીનો સુધારો જોવા મળી રહ્યો છે. જેને કારણે નિફ્ટી 1.3 ટકા જેટલો મજબૂત ટ્રેડ થઈ રહ્યો છે. બીજી બાજુ બ્રિટાનિયા 1.5 ટકા સાથે નિફ્ટી શેર્સમાં સૌથી ખરાબ પર્ફોર્મન્સ દર્શાવી રહ્યો છે. જ્યારે ડિવિઝ લેબ અને કોટક બેંક પણ નરમાઈ દર્શાવે છે.
ઈન્ડિયા વીઆઈએક્સમાં 3 ટકા વૃદ્ધિ
વોલેટિલિટીનો માપદંડ એવો ઈન્ડિયા વીઆઈએક્સ 3 ટકા સુધારા સાથે 24.15ના સ્તર પર ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે બજારમાં મોટી વધ-ઘટ સંભવ છે. માર્કેટ ટૂંકાગાળા માટે ઓવરબોટ છે અને તેની અસરે એકાદ-બે દિવસ માટે ઘટાડો જોવા મળી શકે છે.
માર્કેટ બ્રેડ્થ પોઝીટીવ
માર્કેટમાં સતત બ્રોડ બેઝ તેજી જોવા મળી રહી છે. એનએસઈ ખાતે મીડ-કેપ ઈન્ડેક્સ 1.41 ટકા અથવા 312 પોઈન્ટસના ઉછાળે નવી ટોચ પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે સ્મોલ-કેપ 1.61 ટકાનો ઉછાળો દર્શાવી રહ્યો છે. બીએસઈ ખાતે 3070 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1720 પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. જ્યારે 1155 કાઉન્ટર્સ નેગેટિવ ટ્રેડ થઈ રહ્યાં છે.
મીડ-કેપ આઉટપર્ફોર્મર્સ
બીએસઈ ખાતે એ જૂથમાં સમાવિષ્ટ કેટલાક આઉટપર્ફોર્મર્સમાં મેગ્મા ફીનકોર્પનો શેર 20 ટકાનો સુધારો દર્શાવી રહ્યો છે. એ ઉપરાંત એસકેએફ ઈન્ડિયા(19 ટકા), ગુજરાત ગેસ(17 ટકા), ગ્રેફાઈટ ઈન્ડિયા(16 ટકા), એચઈજી(15 ટકા), એમએસટીસી(12 ટકા), બજાજ ઈલે.(12 ટકા) અને ન્યૂલેન્ડ લેબો(12 ટકા)નો સમાવેશ થાય છે.