નિફ્ટી 14289ની ટોચ પર
બેન્ચમાર્ક નિફ્ટીએ ગેપ-અપ ઓપનીંગ દર્શાવીને સુધારો જાળવી રાખ્યો છે. હાલમાં નિફ્ટી 14289ની ટોચ પર ટ્રેડ થઈ રહ્યો છે. સેન્સેક્સપણ 475 પોઈન્ટ્સથી વધુના સુધારે 48570ની સપાટી પર ટ્રેડ થઈ રહ્યો છે. બેન્ચમાર્ક 14300ની સપાટી પાર કરે તેવી સંપૂર્ણ શક્યતા જોવા મળી રહી છે.
આઈટી, ઓટો, બેંકિંગ સહિત માર્કેટને બ્રોડ સપોર્ટ
બેન્ચમાર્ક કાઉન્ટર્સમાં આઈટી, ઓટો, બેંકિંગ સહિતના શેર્સનો મોટો સપોર્ટ મળી રહ્યો છે. સેન્સેક્સના 16 કાઉન્ટર્સ એક ટકાથી વધુનો સપોર્ટ દર્શાવી રહ્યાં છે. જેમાં મારુતિ લગભગ 4 ટકાના સુધારા સાથે ટોચ પર છે. જ્યારે ટેક મહિન્દ્રા, પાવરગ્રીડ, સન ફાર્મા, અલ્ટ્રા-ટેક, બજાજ ફિનસર્વ જેવા કાઉન્ટર્સ પણ મજબૂતી દર્શાવી રહ્યાં છે. ટીસીએસ, ઈન્ફોસિસ, એચડીએફસી બેંક, લાર્સન અને ઓએનજીસી પણ એક ટકાથી વધુ મજબૂતી સાથે તેમન સર્વોચ્ચ ટોચ પર ટ્રેડ થઈ રહ્યાં છે.
મીડ-કેપ્સ પણ જોશમાં
માર્કેટમાં બ્રોડ બેઝ તેજીનો દોર જળવાયો છે. નિફ્ટી મીડ-કેપ ઈન્ડેક્સ 1.3 ટકા અથવા 280 પોઈન્ટસના સુધારે 22254ની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે નિફ્ટી સ્મોલ-કેપ પણ 1.2 ટકાના સુધારે 7492ની ટોચ પર ટ્રેડ થઈ રહ્યો છે. બીએસઈ ખાતે માર્કેટ-બ્રેડ્થ જોઈએ તો 2977 ટ્રેડેડ કાઉન્ટર્સમાં 1906 પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. જ્યારે 931માં નેગેટિવ ટ્રેડ જોવા મળી રહ્યો છે. આમ બે કાઉન્ટર્સમાં સુધારા સાથે એકથી ઓછા કાઉન્ટર્સમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
મીડ-કેપ આઉટપર્ફોર્મર
બીએસઈ ખાતે એ જૂથમાં ઘણા કાઉન્ટર્સ 5 ટકાથી વધુની વૃદ્ધિ દર્શાવી રહ્યાં છે. જેમાં ઈન્ગરલોસ રેન્ડ 14 ટકા, એલ્ગી ઈક્વિપમેન્ટ 12 ટકા, આરવીએનએલ 12 ટકા, જેએન્ડકે બેંક 10 ટકા, ટીવી ટુડે 8 ટકા, ફિનિક્સ લિમિટેડ, યુનિકેમ લેબોરેટરી, સોભા ડેવલપર્સ અને એચએફસીએલ જેવા કાઉન્ટર્સનો સમાવેશ થાય છે.
ક્રૂડ-કોપરમાં આગઝરતી તેજી, સોનુ-ચાંદી નરમ
બેઝ મેટલ્સમાં કોપરમાં જ્યારે ક્રૂડમાં મજબૂત તેજી જોવા મળી રહી છે. એમસીએક્સ ક્રૂડ રૂ. 3756ની છેલ્લા 10 મહિનાની ટોચ પર ટ્રેડ થઈ રહ્યું છે. જ્યારે કોપર રૂ. 630ની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થઈ રહ્યું છે. જોકે બુલિયનમાં નરમાઈ જોવા મળી છે. ગુરુવારે સાંજે રૂ.70000 પર બંધ આપવામાં સફળ થયેલી ચાંદી શુક્રવારે રૂ. 432ના ઘટાડે રૂ. 69504 પર જ્યારે સોનું રૂ. 264ની નરમાઈએ રૂ. 50640ના સ્તરે ટ્રેડ થઈ રહ્યું છે. બેઝ મેટલ્સમાં નીકલ, ઝીંકમાં પણ નરમાઈ જોવા મળી રહી છે.