નિફ્ટી 15200ને વટાવી ગયો
ભારતીય બજારમાં સતત સાતમા દિવસે તેજી જોવા મળી રહી છે. નિફ્ટી 15238ની ટોચ બનાવી હાલમાં 100 પોઈન્ટસ મજબૂતી સાથે ટ્રેડ થઈ રહ્યો છે. બેન્ચમાર્ક સેન્સેક્સ પણ 350થી વધુ પોઈન્ટ્સનો સુધારો દર્શાવી રહ્યો છે. નિફ્ટીને 15500ના સ્તર સુધી કોઈ અવરોધ નથી અને રોટેશનને જોતાં તે સતત સુધારો દર્શાવી રહ્યો છે.
આઈટી અને એનર્જિનો સપોર્ટ
બજારને ઈન્ફર્મેશન ટેક્નોલોજી અને એનર્જિ ક્ષેત્રનો મજબૂત સપોર્ટ સાંપડી રહ્યો છે. નિફ્ટી આઈટી 0.8 ટકાનો જ્યારે નિફ્ટી એનર્જી 0.9 ટકાનો સુધારો દર્શાવી રહ્યો છે. નિફ્ટી બેંક પણ 0.8 ટકા સાથે મજબૂત ટ્રેડ થઈ રહ્યો છે. જોકે નિફ્ટી ઓટો 1 ટકો ડાઉન છે. જ્યારે નિફ્ટી ફાર્મા પણ 0.2 ટકાનો ઘટાડો દર્શાવી રહ્યો છે.
નિફ્ટીના આઉટપર્ફોર્મર્સ
નિફ્ટીને એશિયન પેઈન્ટ્સ, એસબીઆઈ લાઈફ, એચડીએફસી લાઈફ, ઓએનજીસી, વિપ્રો, ટાઈટન કંપની, યુપીએલ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, બીપીસીએલ, આઈસીઆઈસીઆઈ બેંક, નેસ્લે, ગ્રાસિમ અને પાવર ગ્રીડ કોર્પોરેશન તરફથી મહત્વનો સપોર્ટ મળી રહ્યો છે. તેઓ એક ટકાથી 4 ટકા સુધીનો સુધારો દર્શાવી રહ્યાં છે. નિફ્ટીના અન્ડરપર્ફોર્મર્સમાં આઈઓસી, એમએન્ડએમ, ટાટા મોટર્સ, જેએસડબલ્યુ સ્ટીલ, બજાજ ઓટો, બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ, આઈશર મોટર્સ અને એનટીપીસીનો સમાવેશ થાય છે. તેઓ 0.5 ટકાથી 5 ટકા સુધીનો ઘટાડો નોંધાવી રહ્યાં છે.
માર્કેટ બ્રેડ્થ પોઝીટીવ
બીએસઈ ખાતે 2928 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1435 પોઝીટીવ ટ્રેડ થઈ રહ્યાં છે. જ્યારે 1387 નેગેટિવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. આમ માર્કેટ બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી રહી છે. એનએસઈ મીડ-કેપ 100 ઈન્ડેક્સ 0.33 ટકા જ્યારે સ્મોલ-કેપ ઈન્ડેક્સ 0.32 ટકા ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો છે.
બીએસઈ-500ના આઉટપર્ફોર્મર્સ
બીએસઈ ખાતે એ જૂથમાં સમાવિષ્ટ કંપનીઓમાં બાલાજી એમાઈન્સ(14 ટકા), આવાસ(11 ટકા), બોરો રિન્યૂ(10 ટકા), આઈઆઈએફએલ(10 ટકા), એફએલએફએલ(10 ટકા), મેગ્મા ફાઈનાન્સ(10 ટકા), નીઓજેન(10 ટકા) અને ફ્યુચર રિટેલ(10 ટકા)નો સુધારો દર્શાવી રહ્યાં છે.
સિલ્વર નરમ, ગોલ્ડ મજબૂત
એમસીએક્સ ખાતે સિલ્વરમાં સાધારણ નરમાઈ જોવા મળી રહી છે અને માર્ચ વાયદો રૂ. 70067 પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે ગોલ્ડ વાયદો રૂ. 176ના સુધારે રૂ. 48015ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે.