મીડ-ડે માર્કેટ 28 Oct 2020
ઓક્ટોબર સિરિઝ એક્સપાયરી સપ્તાહ વોલેટિલિટી દર્શાવી રહ્યું છે. સોમવાર બાદ ફરી એકવાર ભારતીય બજાર વૈશ્વિક હરિફોની સરખામણીમાં અન્ડરપર્ફોર્મ કરી રહ્યું છે. સવારે ખૂલતાં 11900ની ઉપર ચાલી રહેલો નિફ્ટી 11800 નીચે ઉતરી ગયો છે. સેન્સેક્સ 460 પોઈન્ટ્સ અને નિફ્ટી 122 પોઈન્ટ્સ ઘટાડો સૂચવે છે. બેંક નિફ્ટી 1.9 ટકાનો ઘટાડો દર્શાવી રહ્યો છે. નિફટીને 11662નો મજબૂત સપોર્ટ છે. જે ધ્યાનમાં રાખવો તેની નીચે લોંગ પોઝીશન છોડી દેવી.
ડાઉ ફ્યુચર્સમાં 1.3 ટકાથી વધુ ઘટાડો દર્શાવી રહ્યો છે. તે 330 પોઈન્ટ્સ ઘટી 27035 પર ટ્રેડ થઈ રહ્યો છે. જેની પાછળ ભારતીય બજાર પણ ગગડ્યું હોય તેમ જણાય છે.
સેન્સેક્સ શેર્સની મૂવમેન્ટ
બેન્ચમાર્કના ત્રણ શેર્સને બાદ કરતાં અન્ય તમામ નેગેટિવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. સારા પરિણામો પાછળ ભારતી એરટેલ 4.5 ટકાનો સુધારો દર્શાવી રહ્યો છે. સવારના ભાગમાં તે 7 ટકાનો સુધારો દર્શાવતો હતો. મારુતિ દોઢ ટકો જ્યારે એમએન્ડએમ અડધો ટકો સુધારો દર્શાવી રહ્યો છે. જ્યારે એચડીએફસી, ઈન્ડસઈન્ડ, આઈસીઆઈસીઆઈ બેંક અને કોટક બેંક 2 ટકાથી વધુનો ઘટાડો નોંધાવી રહી છે.
નિફ્ટી-500માં અગ્રણી સુધારો દર્શાવનાર કાઉન્ટર્સ
કેસ્ટ્રોલ, કેપીઆર મિલ, અદાણી ગ્રીન, એબી કેપિટલ, જીએસએફસી, ડેલ્ટા કોર્પ અને ડી-માર્ટ જેવા કાઉન્ટર્સ સાત ટકા સુધીનો સુધારો દર્શાવી રહ્યાં છે.
બેઝ મેટલ્સમાં મજબૂતી
એમસીએક્સ ખાતે નિકલ 2.6 ટકા મજબૂતી દર્શાવી રહ્યું છે. જ્યારે એલ્યુમિનિયમ, ઝીંક, લેડ, કોપરમાં પણ એક ટકા સુધીનો સુધારો જોવા મળી રહ્યો છે. ચાંદી સાધારણ પોઝીટીવ ટ્રેડ થઈ રહી છે.