મીડ-ડે માર્કેટ
સપ્તાહની શરૂઆત નરમ થયા બાદ એક તબક્કે પોઝીટીવ થયા બાદ માર્કેટ ફરી રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યું છે. માર્કેટ કોન્સોલિડેશનમાં છે. સેન્સેક્સ 150 પોઈન્ટ્સ જ્યારે નિફ્ટી 52 પોઈન્ટ્સ નરમાઈ દર્શાવી રહ્યો છે. નિફ્ટી 11557 થઈ 11590 પર ટ્રેડ થઈ રહ્યો છે.
હેવીવેઈટ્સમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીજમાં સારા પરિણામો પાછળ વેચવાલી જોવા મળી રહી છે. કાઉન્ટર લગભગ 7 ટકા ઘટાડે રૂ. 1918ના સ્તરે ટ્રેડ થાય છે. કાઉન્ટરે એક દિવસમાં રૂ. 1.3 લાખ કરોડનું માર્કેટ-કેપ ગુમાવ્યું છે. એ સિવાય એચસીએલ ટેક, ટાટા સ્ટીલ, ટીસીએસ, એશિયન પેઈન્ટ્સ, બજાજ ઓટો, નેસ્લેમાં એક ટકાથી વધુનો ઘટાડો જોવામ મળી રહ્યો છે.
જ્યારે બેંકિંગમાં મજબૂતી જોવા મળી રહી છે. જેમાં ઈન્ડસઈન્ડ બેંક 6.7 ટકાની મજબૂતી દર્શાવી રહ્યો છે. એ સિવાય આઈસીઆઈસીઆઈ બેંક 5 ટકાથી વધુનો સુધારો દર્શાવે છે. જ્યારે ભારતી એરટેલ, એક્સિસ બેંક, એસબીઆઈ, કોટક બેંક, એચડીએફસી, બજાજ ફાઈનાન્સ જેવા કાઉન્ટર્સ એક ટકાથી વધુની મજબૂતી નોંધાવી રહ્યાં છે.
રિઅલ્ટીમાં મજબૂતી
રિઅલ એસ્ટેટ શેર્સમાં 7 ટકાથી ઊંચો સુધારો જોવા મળી રહ્યો છે. ડીએલએફે અપેક્ષાથી સારા પરિણામો દર્શાવતાં કાઉન્ટર 7.5 ટકાના સુધારે રૂ. 170ના સ્તરને પાર કરી ગયો છે. ગોદરેજ પ્રોપર્ટીઝ પણ 7 ટકાથી વધુના સુધારે રૂ. 1100ના સ્તર પર ટ્રેડ થઈ રહ્યો છે. સોભા ડેવલપર્સ 3 ટકાની મજબૂતી દર્શાવી રહ્યો છે.
સિલ્વર
એમસીએક્સ ખાતે સિલ્વર ડિસેમ્બર ફ્યુચર્સ 1.18 ટકાની મજબૂતીએ રૂ. 61584ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. રૂપેરી ધાતુને રૂ. 60 હજારનો મજબૂત સપોર્ટ છે. જેની નીચેથી ઝડપથી પરત ફરે છે. રૂ. 60 હજારના સ્ટોપલોસે લોંગ પોઝીશન જાળવી રાખવી. નવું લોંગ બનાવવા માટે રૂ. 62000ના સ્તર પર બે દિવસ બંધ આપે તેની રાહ જોવી. ગોલ્ડ ફ્લેટ ટ્રેડ દર્શાવી રહ્યું છે.
ક્રૂડ
ક્રૂડમાં 3 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. એમસીએક્સ નવેમ્બર વાયદો રૂ. 2600નો સપોર્ટ તોડી રૂ. 2564 પર ટ્રેડ થઈ રહ્યો છે. વૈશ્વિક બજારોમાં ઊંચી ઈન્વેન્ટરી સામે નીચી માગને કારણે ભાવ નરમાઈ દર્શાવી રહ્યાં છે. ઉપરાંત યુરોપિય દેશો ખાતે સખત લોકડાઉનને કારણે વપરાશ પર ગંભીર અસર જોવા મળશે. જેની અસર પર ક્રૂડ પર પડી રહી છે.